કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

વાડીએ કપાસના પાકમાં નુકસાન કર્યું

દિવાનપરાના વૃદ્ધની વાડીમાં જેસીબી ફેરવ્યું

વાંકાનેર: ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં રંગઅવધૂત નામની વાડીમાં દરવાજા અને સિમેન્ટના પોલ તોડી નાખીને તેમજ કપાસના પાકમાં જેસીબી ફેરવીને નુકસાન કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ ખેડૂતો દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં પાંજરાપોળની બાજુમાં રહેતા પંકજકુમાર દિવેશ્વરભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૬૫) નામના વૃદ્ધે હાલમાં પ્રવીણભાઈ નાથાભાઈ ઘોડાસરા રહે. ક્રિયેશન કન્સલ્ટન્ટ વિશ્વકર્મા કોમ્પલેક્ષ ૧૫૦ ફૂટ રીંગ રોડ રૈયા ચોકડી પાસે રાજકોટ, હસમુખભાઈ વાઘજીભાઈ બોડા રહે. ટંકારા, જયેશભાઈ લાલજીભાઈ પટેલ રહે. સજનપર અને કિશોરભાઈ લવજીભાઈ પટેલ રહે. સજનપર વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે

જેમાં તેને જણાવ્યુ છે કે, સજ્જનપર ગામની સીમમાં સર્વે નંબર ૫૪૯ અને ૭૮૦ પૈકી ૩૧ તેમજ ૮૯૧ પૈકી ૨ ની જમીનમાં તેઓની માલિકીની જમીન આવેલ છે અને તેમાં ૮૯૧ પૈકી ૨ વાળી જમીનમાં રહેલ વાડીનો દરવાજો તથા સિમેન્ટના પોલ તોડી નાખીને નુકસાન કરેલ છે તેમજ ૭૮૦ પૈકી ૩૧ વાળી જમીનમાં કપાસના પાક ઉપર બહારથી જેસીબી બોલાવીને નુકસાન કર્યું હતું જેથી હાલમાં ભોગ બનેલા વૃદ્ધ ખેડૂત દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે આઇપીસી કલમ ૪૪૭, ૪૨૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!