વાંકાનેર: ઠીકરીયાળા ગામ ખાતે રહેતી એક સગીર વયની દીકરીને એક શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોય, જેથી આ બનાવમાં સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા વાંકાનેર સીપીઆઇ ટીમ દ્વારા દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે…
આ બનાવની મળેલી જાણકારી મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે રહેતી એક સગીર વયની દીકરીને આરોપી દીપક મનુભાઈ દેગડા (રહે. ભલગામ) નામના શખ્સ દ્વારા લલચાવી ફોસલાવી સગીરા ઘરેથી બહાર નીકળી હોય ત્યારે ત્યાંથી લઈ જઇ દુષ્કર્મ આચર્યું હોય, જેથી આ બનાવની સગીરાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં વાંકાનેર સીપીઆઇ વી. પી. ગોલ અને તેમની ટીમ દ્વારા તપાસ ચલાવી બનાવની ગણતરીની કલાકોમાં જ આરોપી દિપક મનુભાઈ દેગડાની ધરપકડ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…