વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણ તથા

પોક્સોના ગુનામાં ફરાર આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી કાઢી સગીરાને તેના પરિવાર તથા આરોપીને

વાંકાનેર સીપીઆઈ કચેરી ખાતે શોઘી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… જાણવા મળ્યા મુજબ વાંકાનેર વિસ્તારમાં રહેતી એક

સગીરાને આરોપી રાહુલ ખીમાભાઈ સરવૈયા (ઉ.વ. ૧૮, રહે. શેખરડી, તા. વાંકાનેર) ગત તા. ૨૮/૦૬/૨૪ ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન

કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હોય, જે બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી તથા ભોગ બનનાર સગીરાને અમરેલી ખાતેથી શોધી કાઢી વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટરની ટીમને શોપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
