વાંકાનેર: મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ એક શખ્સને એસ.ઓ.જી.મોરબી અને ટંકારા પોલીસ સ્ટાફે પકડેલ છે.
જાણવા મળ્યા મુજબ મીતાણા ચોકડીએ વાલાસણ ગામ વાંકાનેર તરફ જવાના રસ્તે ઉભેલ વિશાલભાઈ ભીમજીભાઈ આદ્રેશા જાતે કોળી (ઉ.વ.૨૪) રહેવાસી
હાલ ઇબીજા વાંકાનેર હાઈવે, ભાયાતી જાંબુડીયા ગામ પાસે, તા.વાંકાનેર રહેવાસી મુળ શેરી નં-૨૩ વજેપર, તા.જી. મોરબીવાળાના પેન્ટના નેફામાં એક દેશી
હાથ બનાવટનો લોખંડનો તમંચો રૂપિયા દશ હજારની કિંમતનો મળી આવેલ છે, આથી આર્મ્સ એકટ કલમ-૨૫(૧બી)એ તથા જી.પી.એ ક્ટ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
કરેલ છે. આ કાર્યવાહીમાં એસ.ઓ.જી.મોરબી. જુવાનસિંહ ભરતસિંહ રાણા અનાર્મ પોલીસ હેડ કોન્સ, પો.હેડ કોન્સ. મુકેશભાઈ વાલજીભાઈ જોગરાજીયા,
તેમજ પો.કોન્સ આશીફભાઈ રાઉમા, ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જેમા એ.એસ.આઈ. ચેતનભાઈ કડવાતરા તથા પો.કોન્સ. દશરથસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે.