કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

જેતપરડાથી સગીરાને ભગાડી જનાર ઝડપાયો

વાંકાનેર: મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી AHTU PI તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા પ્રયત્નશીલ હતા.

તે દરમિયાન તેઓએ બાતમીનાં આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના આશરે પાંચેક માસથી અપહરણના ગુનાના આરોપીને ચોટીલા આનંદપુર રોડ શીવધારા સોસાયટીમાંથી પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મળતી માહિતી અનુસાર, મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાનો આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને જેતપરડા ગામેથી અપહરણ કરી ભગાડી ગયેલ હોય જે આરોપી સરદાર ગુલો ભુરીયા હાલ ચોટીલા આનંદપુર રોડ શીવધારા સોસાયટીમાંથી હોવાની માહીતી મળતા AHTU ટીમ દ્વારા ચોટીલા આનંદપુર રોડ શીવધારા સોસાયટી ખાતેથી હસ્તગત કરી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!