જેમ જેમ તાપમાન વધે છે, તેટલું વહેલું પેટ્રોલ બગડવાની શક્યતા વધી જાય છે
વાહનમાં પેટ્રોલ નાખ્યા પછી તેને પડી ના રાખવું જોઈએ. ખાસ કરીને જ્યારે તમારું વાહન લાંબા સમય સુધી પાર્ક કરેલું હોય. તેનાથી પેટ્રોલ તો બગડે જ છે, પરંતુ તમારા ખિસ્સાને પણ નુકસાન થાય છે. વાહન ચલાવવાને કારણે વાહનમાં રહેલા ભાગોને નુકસાન થાય છે. એ જ રીતે બંધ વાહનમાં પડેલું પેટ્રોલ પણ બગડી જાય છે. પરંતુ ઘણા લોકો આ હકીક્તથી અજાણ છે. વાહનમાં હાજર પેટ્રોલ કેટલા સમયમાં બગડી જાય છે અને ક્યારે તેનો ઉપયોગ કરવી યોગ્ય છે, તેના વિશે માહિતી વાંચો.

પેટ્રોલ ઓછું નાખો
જો તમે લાંબા સમય સુધી બહાર રહો છો અને તમારું વાહન (ટુ-વ્હીલર/ફોર વ્હીલર, ઓછું ઉપયોગમાં લેવાતું હોય તો તમારે જરૂરિયાત મુજબ પેટ્રોલ નાખવું જોઇએ. જ્યારે વાહન લાંબા સમય સુધી બંધ હાલતમાં પાર્ક કરવામાં આવે છે, ત્યારે તેમાં હાજર પેટ્રોલ તાપમાનના આધારે રાસાયણિક પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે. જેના કારણે તેની ગુણવત્તા સતત ઘટતી જાય છે અને તે બગડવા લાગે છે.

નિષ્ણાતોના મતે પેટ્રોલને કન્ટેનર જેવી વસ્તુમાં રાખવામાં આવે તો તેને એક વર્ષ સુધી રાખી શકાય છે. આ જ સમયે જો તાપમાન 20 ડિગ્રી સુધી હોય તો કારમાં હાજર પેટ્રોલ લગભગ છ મહિના સુધી સારું રહે છે. બીજી તરફ જો તાપમાન 30 ડિગ્રીની આસપાસ હોય તો તેનું આયુષ્ય લગભગ ત્રણ મહિના છે. જેમ જેમ તાપમાન વધે છે, તેટલું વહેલું પેટ્રોલ બગડવાની શક્યતા વધી જાય છે.

ક્રૂડ ઓઇલથી લઇને પેટ્રોલ સુધી અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. આ સાથે તેમાં ઈથેનોલ પણ મિક્સ કરવામાં આવે છે. જેના કારણે તે લાંબા સમય સુધી વાહનની ટાંકીમાં પડ્યું હોય ત્યારે વરાળ નીક્ળવા લાગે છે, તેથી જ ઇંધણની ટાંકીના ઢાંકણા પર નાનું કાણું પાડવામાં આવે છે, પરંતુ કેટલીકવાર તેમાં કચરો જમા થવાને કારણે તે બંધ થઈ જાય છે અને ટાંકીમાં ઉત્પન્ન થતી વરાળ બહાર નીકળી શકતી નથી અને પટ્રોલમાં હાજર ઈથનોલ તે વરાળને શોષી લે છે, જેના કારણે પેટ્રોલ ધીમે-ધીમે બગડવા લાગે છે.
વાહનનું એન્જિન ખરાબ થઇ જાય છે
લાંબા સમય સુધી બંધ વાહનમાં પેટ્રોલ ભરેલું હોય અને જ્યારે કોઇ તેનો ઉપયોગ કરે ત્યારે ખરાબ પેટ્રોલ કાર્બેટર અને એન્જિન સુધી જાય છે. જેના કારણે કારનું એન્જીન ઝડપથી ખરાબ થવા લાગે છે.
