સ્થાયી ઉકેલ માટે પાઇપ બદલવાની જરૂર
પાલનપુરથી ટીમ આવી હતી
વાંકાનેરના ગારીડામાં આવેલા તળાવમાં લગાવવામાં આવેલા વાલ્વનો સિમેન્ટ પાઇપ તૂટી જતાં આસપાસના ખેતરો ફરી તરબતર થઇ જવાની ભીતિ હતી અને પાલનપુરથી ટીમને દોડાવવામાં આવી હતી અને આ રીપેરિંગ કામચલાઉ કરી દેવાતાં પાણીનો વેડફાટ અટકી ગયો હતો…
વાંકાનેરના ગારીડા ગામમાં આવેલું તળાવ કે જે 2009 માં અજંતા ગ્રુપને 30 વર્ષના ભાડા પટ્ટે અપાયું હતું અને આ તળાવમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તે માટે ૬૦ ફૂટ નીચેથી પાઈપ લાઈન કાઢી એક વાલ્વ મુકાયો હતો અને આ તળાવમાંથી નીકળતા એ પાઈપમાં અચાનક ભંગાણ થતા લાઈનમાં મોટા પાયે લીકેજ થયું હતું અને તેના કારણે મોટા જથ્થામાં પાણીનો વેડફાટ થવા લાગ્યો હતો.
આ અંગે ગ્રામજનોએ તંત્રને જાણ કરતા તંત્ર દ્વારા રીપેરિંગ માટે પ્રયાસ કર્યા હતા. જો કે પાણીનો ફોર્સ વધુ હોવાથી પાલનપુરથી એક ટેકનીકલ ટીમ બોલાવી હતી અને રીપેરીંગ કરી હાલ પુરતું પાણીનું લીકેજ બંધ કર્યું હતું. જો કે આ રીપેરીંગ હાલ કામચલાઉ હોય જેથી ફરી એકવાર આવી રીતે લીકેજ ન થાય અને પાણી વેડફાટ ન થાય તે માટે પાઈપ બદલવો પડે તેવી સ્થિતિ છે હવે આ પાઈપ બદલવમાં આવશે કે અન્ય કોઈ ઉપાય કરવા પડશે તે જોવાનું રહ્યું. આગામી દિવસોમાં સ્થાયી ઉકેલ માટે ટેકનીકલ ટીમની મદદ લઈ પાઇપ બદલવાની જરૂર છે…