વાંકાનેર: તાજેતરમાં શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) નું દુઃખદ અવસાન થયેલ છે, જે બાબતમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક પત્રમાં દિલસોજી પાઠવેલ છે, પત્રની નકલ નીચે મુજબ છે.
જેના જવાબમાં પીરઝાદા પરિવારના – શાઈર એહમદ કે. પીરઝાદાઅને શકીલ એહમદ કે. પીરઝાદાએ રૂણ સ્વીકાર કર્યો છે અને જણાવ્યું છે કે અમારા પિતાજી શ્રી ખુરશીદ હૈદર એ. પીરઝાદા (ઉર્ફે મીર સાહેબ) નું દુઃખદ અવસાન થતા, આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ તરફથી શોક સંદેશ પ્રાપ્ત થયો છે.
આ દુઃખના અવસરે તેઓશ્રીએ અમારા પરિવારને તથા અનુયાયીઓ (મુરીદો) ને દિલસોજી પાઠવી છે.
અમો આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો આભાર વ્યક્ત કરીયે છીયેં અને રૂણ સ્વીકાર કરીયે છીએ