વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે બનેલ આ બનાવ લોકોમાં કાનાફૂસી
લગભગ એક મહિના પહેલા વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયાની અગાસી ઉપર વહેલી સવારે કોઈ અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી નવજાત બાળકીને ત્યજીને નાસી જતા આ ઘટનાની જાણ થતાં મકાન માલિકે પોલીસ અને 108ને જાણ કરી બાળકીને સારવારમાં ખસેડી હતી અને ગંભીર બનાવ મામલે બાળકનો જન્મ છુપાવવા કૃત્ય કરનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
છ નવેમ્બરે બનેલા આ બનાવની તપાસ હાલ તીથવા જમાદાર કરી રહ્યા છે, પરંતુ એ અજાણી સ્ત્રી પોલીસ ખાતાને હજી સુધી મળી નથી. આ બાળકીની જનેતાને પુત્રી જ જન્મતી હશે અથવા કુંવારી કન્યાનું પાપ હોઈ શકે, એવી લોકચર્ચા છે.
અગાઉ રાજાવડલામાં બનેલ આવા બનાવમાં પણ જનેતા પોલીસ પક્કડથી દૂર છે.