વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસેથી એક ઈસમને વરલી મટકાના આંકડા લખતા પોલીસ ખાતાએ પકડેલ છે.
આ બનાવની વિગત મુજબ સીટી પોલીસ સ્ટેશનના પો.હેડ.કોન્સ. વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા અને પોલીસ કોન્સ. દર્શિતભાઈ ગીરીશભાઈ વ્યાસે જીનપરા
જકાતનાકા પાસેથી વર્લી ફીચરના “કલ્યાણ બં” ના આંકડા લખતા ધર્મેશભાઈ ઉર્ફે ધમો ચંપકલાલ ગુંદારીયા (ઉ.વ.૩૯) રહેવાસી વાંકાનેર ભાટીયા સોસાયટી
શારદા સ્કુલવાળી શેરી વાળાને રોકડા રૂ.૩૨૦/- સાથે પકડી જુગાર ધારા કલમ ૧૨(અ) મુજબનો ગુન્હો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી શરુ કરેલ છે.
દારૂ સાથે:
(1) નર્સરી ચોકડી પાસેથી વિજુબેન શીવાભાઈ વાજેલિયા (2) નવા કણકોટના વલીબેન મનસુખભાઇ જખાણીયા (3) તરકીયાના જીવરાજ છનાભાઈ ડાભી (4) માટેલ રીચ સિરામિકની સામે ઝૂંપડામાં રહેતા દિનેશ કાજુભાઈ જખાણીયા (5) વડિયા વાડી વિસ્તારમાં રહેતા કિરણબેન હીરાભાઈ વાજેલિયા અને (6) કુંભારપરા ચોકમાંથી નલીન હરિભાઈ મેર પાસેથી દેશી દારૂ કબ્જે
પીધેલ:
(1) ભોજપરાના પ્રવીણ સોમાભાઈ નંદેસરીયા અને (2) લક્ષ્મીપરા મીરુમીયા દરગાહ સામે રહેતા હનીફ ગનીભાઇ ચૌહાણ પીધેલ પકડાયા