1,08,500નો મુદામાલ કબ્જે
વાંકાનેર : જીનપરા જકાતનાકા નજીકથી સીટી પોલીસ ટીમે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી ઇકો કર સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીકથી બાતમીને આધારે GJ-02-BD-1253 નંબરની ઇકો કારની તલાસી લેતા ઇકો ચાલક મુનાભાઈ વિરાભાઈ ગોવાળીયાના કબ્જામાથી 400 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1 લાખની ઇકો કાર, એક મોબાઈલ ફોન સહિત 1,08,500નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.