પણ બોલેરો મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા તરફ અવેળા પાસે કપચીના ઢગલામાં ફસાઈ ગયેલ
વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર તાલુકા પોલીસે એક બોલેરોનો ફિલ્મી ઢબે પીછો કરી ઈંગ્લીશ દારૂ ભરેલી કુલ 7,32,500/ નો મુદામાલ કબ્જે કરેલ છે.
જણાવા મળ્યા મુજબ રાતના સાડા બારે મહીકા ગામ તરફથી આવતી એક બોલેરો નંબર GJ-17-TT-7649 ગાડીને ઉભી રખાવવા પોલીસે સંકેત કરતા ગાડીની સ્પીડ વધારી હોલમઢ ગામ તરફ ચલાવી નીકળી ગયેલ. તે રસ્તે પીછો કરતા આગળ મચ્છુ નદી તરફ જતા કાચા રસ્તા તરફ અવેળા પાસે સફેદ કલરની પડેલ બોલેરો પાસે જતા ગાડીનો આગળનો ભાગ કપચીના ઢગલામાં ફસાઈ ગયેલ અને ડ્રાઈવર સાઈડનો દરવાજો ખુલ્લો જણાતા આજુબાજુમાં કોઇ મળી આવેલ નહીં. ગાડીના ઠાઠામાં ઢાકેલ તાડપત્રી ખસેડતા ખાખી કલરના પુઠામાં ખોખામાં ઇંગ્લીશ દારુની પેટીઓમાં બોટલો નંગ-612 કી.રૂ.232500/ની અને બોલેરો 5 લાખની કબ્જે કરેલ છે.
મળેલ આર.સી.બુકની ઝેરોક્ષમાં ઓર્નર તરીકે રાયલાભાઇ મંગાભાઇ બારૈયા રહે. સજોરા તા. ઘોઘંમ્બા જી.પંચમહાલ લખેલ છે.
પોલીસ સ્ટેશનેથી
પીધેલ:
(1) આંબેડકરનગર શેરી નં 1 માં રહેતા નરેન્દ્ર ઉર્ફે ઘોઘો ગુણવંતભાઈ હજોલા અને (2) દિગ્વિજયનગર સરકારી હોસ્પિટલ પાછળ રહેતા ચેતન મુકેશભાઈ પરમાર પીધેલ પકડાયા છે.
ટ્રાફિક નિયમન ભંગ સબબ:
(1) વાલાસણના ભુપત પ્રાગજી સીસાંગીયા (દેવી પૂજક) (2) દીવાનપરા શેરી નં 3 માં રહેતા તન્વીર નૂરાભાઈ કારિયાણી (મતવા) (3) દિગ્વિજયનગરમાં રહેતા સંજય નારણભાઇ જાદવ (કોળી) (4) નવાપરા ખડીયાપરામાં રહેતા સુનિલ રણજીતભાઇ ચારોલીયા (5) કેરાળાના જાવિદ યુનુસભાઇ બ્લોચ અને (6) મહિકાના મનસુખલાલ છગનભાઇ મુંધવા ટ્રાફિક નિયમન ભંગ બદલ દંડાયા
ધોકા સાથે:
ભેરડાના અશોક જેસીંગ સાબરીયા લાકડાના ધોકા સાથે મળી આવતા કાયદેસર કાર્યવાહી.