જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મકાન સરકારી જમીન પર બનાવાયું હોવાનું ખુલ્યું
પાણીના નિકાલ કે વહેમ ને આડખીલી રૂપ ખડકાયેલા દબાણો દુર કરવામાં આવશે
શહેરના મિલ પ્લોટમા એક પરિવાર દ્વારા સરકારી જમીનમાં રહેણાંક હેતુ માટે મકાન બનાવવામાં આવેલ જે અંગે આં પ્રશ્ન જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યો હતો જેમાં મકાન સરકારી જમીન પર ખડકાયેલ હોવાનું ખુલ્યું હતું. શહેરના મિલ પ્લોટ શેરી નં ૫ મા સરકારી જમીન પર મામદ હમિભાઈ સંધી દ્વારા રહેણાંક મકાનનું બાંધકામ કરવામાં આવેલ હતું.
જે બાબતને સરકારના સ્વાગત કાર્યક્રમમાં મૂકવામાં આવતા સ્પષ્ટતા થઈ ગઈ હતી કે આ મકાન ખરેખર સરકારી જમીન પર બનાવાયું હતું જેને તાત્કાલિક અસરથી દૂર કરવા નિર્ણય લેવામાં આવતા પાલિકા તંત્રનાં ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા તથા બાંધકામ શાખાનાં એન્જિનિયર મહેશભાઈ ચૌહાણ નાં માર્ગદર્શન હેઠળ સરકારી જમીન પર નું દબાણ દૂર કરવા મકાનને પાડીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
લાંબા સમયે પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા બીજા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હાલ પ્રિ મોન્સુન કામગીરી ચાલી રહી છે ત્યારે પાણીના નિકાલ કે વહેમ ને આડખીલી રૂપ ખડકાયેલા દબાણો દુર કરવામાં આવશે તેમ મહેશભાઈ ચૌહાણ દ્વારા જણાવાયું હતું.