ફૈઝ સ્કુલ (લાલપર) ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની
વાંકાનેર તાલુકાના પાજ ગામના ખેડૂત પૂત્ર સિપાઈ સાજી અમી હાજી (9979019838) ની સુપુત્રી નાહીદાબાનુનું ક્લાસ 2 નર્સિંગ ઓફિસર Jipmer માં સિલેકશન થયેલ છે, સૌ શુભેચ્છકો એમને અભિનંદન આપી રહ્યા છે



સાજીભાઈને ત્રણ સંતાનોમાં દીકરી નાહીદાબાનુ વચેટ સંતાન છે, એમણે 12 ધોરણ ફૈઝ સ્કુલ (લાલપર)માં અભ્યાસ કરી પૂર્ણ કરેલ, પછી BMCB ભુજ ખાતે અને માસ્ટર ડિગ્રી રાજકોટ આનંદ કોલેજમાં કરેલ છે, પછી બે વર્ષ તે કોલેજમાં જ સર્વિસ કરેલ હતી, પછીથી સુરેન્દ્રનગર નોકરી કર્યા બાદ એમણે સંબંધિત સિલેકશન માટે તૈયારી કરેલ હતી. એમણે એમની અભ્યાસ કાળ દરમ્યાન 70 % ઉપર માર્કસ મેળવેલ છે
કમલ સુવાસ ન્યુઝ તરફથી અભિનંદન !!!
