ગુરૂવારે રાજકોટ આવતા નરેન્દ્રભાઈ મોદીને ભવ્યતાથી સત્કારવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા
વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષસ્થાને જીલ્લા તેમજ તાલુકાના વિવિધ અગ્રણીઓ, આગેવાનો, હોદેદારો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી. આ ઉપરાંત જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ આગેવાનોની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ હતી.

આ બન્ને મીટીંગમાં આગામી તા.27ને ગુરૂવારના રોજ દેશના પીએમ નરેન્દ્રભાઈ મોદી રાજકોટ આવતા હોય તેમને ભવ્યતાથી સત્કારવા કાર્યક્રમો ઘડવામાં આવ્યા હતા.

આ મીટીંગમાં જીલ્લા હોદેદારો તાલુકા ભાજપના વિવિધ હોદેદારો મહિલા મોરચાના આગેવાનો પાલીકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ વોરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાંતીલાલ અમૃતીયા, ડે.કલેકટર એ.એચ. શિરેસીયા, મામલતદાર ઉતમભાઈ કાનાણી, જીલ્લા ભાજપ પ્રમુખ

રણછોડભાઈ દલવાડી, પ્રજ્ઞેશભાઈ પટેલ ઉદ્યોગપતિ (મહામંત્રી), હિરેનભાઈ પારેખ, જીલ્લા ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મેઘાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, માલધારી સેલના હીરાભાઈ બાંભવા સહિતના વિવિધ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
