આગામી વર્ષમાં હજ પઢવા જવાનો ઈરાદો રાખનાર માટે ખુશ ખબર
વાંકાનેર: હજ 2025 (હિજરી 1446) માટેની જાહેરાત ભારત સરકાર લઘુમતી બાબતોનું મંત્રાલય અલ્પસંખ્યક્ત કાર્ય મંત્રાલય હજ કમિટી ઓફ ઈન્ડિયા (2002 ના સંસદ નંબર 35 ના અધિનિયમ હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા) દ્વારા કરવામાં આવી છે….જાણવા મળ્યા મુજબ હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા હજ-2025 માટે હજ અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા 13.08.2024થી ઓનલાઈન શરૂ
થઈ ગઈ છે. જે 09.09.2024 ના રોજ બંધ થશે. હજ અરજી ફોર્મ ભારતની હજ સમિતિની વેબસાઇટ https://hajcommittee.gov.in
પર અથવા iPhone અથવા Android મોબાઇલ એપ્લિકેશન “HAJ SUVIDHA” દ્વારા ઑનલાઇન ભરી અને સબમિટ કરી શકાય છે.
અરજદારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ હજ અરજી ફોર્મ ભરતા પહેલા માર્ગદર્શિકા અને બાંયધરી કાળજીપૂર્વક વાંચે. મશીન વાંચી શકાય તેવો ભારતીય આંતરરાષ્ટ્રીય પાસપોર્ટ અરજીની અંતિમ તારીખ પહેલા જારી કરવામાં આવે અને 15.01.2026 સુધી માન્ય હોવો આવશ્યક છે.