કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો

બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે?

સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે

વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારે ચાલુ વર્ષ ૨૦૨૩–૨૪ માટે ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. જેમાં ૨૫ સપ્ટેમ્બર થી ૧૬ ઓકટોબર દરમ્યાન ઈ ગ્રામ કેન્દ્ર ખાતે વી.સી.આઈ મારફત ઈ સમૃધ્ધી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.

ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સરક્ષણ અભિયાન અંતર્ગત ઈ.એસ.એસ. હેઠળ ગુજરાતમાં ૨૧ ઓકટોબર થી મગફળી માટે ૧૭૦ કેન્દ્ર, મગ માટે ૭૩ કેન્દ્ર,અડદ માટે ૧૦૫ કેન્દ્ર અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્ર નકકી કરાયા છે.

વધુમાં તેઓશ્રી જણાવે છે કે મગ,અડદ અને સોયાબીનની આવક વાંકાનેર માર્કેટ યાર્ડ ખાતે ખુબજ ઓછી હોઈ તેના ટેકાના ભાવ વિશે ટીપ્પણી કરવા નથી માંગતા, પરંતુ સરકાર દ્વારા રૂા. ૬૩૭૭/– પ્રતી કિવન્ટલ અર્થાત રૂા.૧૨૭૫.૪૦– પ્રતી મણના ભાવે ખેડૂતો પાસેથી ૯.૯૮ લાખ મેટ્રીક ટન રૂા.૬૩૬૪.૨૪ કરોડ મુલ્યની મગફળી ખરીદ કરવાનુ આયોજન છે.


ટેકાના ભાવ અંતગર્ત સરકાર ચોકકસ શરતો સાથે સારી કવોલેટીની જ મગફળી ખરીદશે. વાંકાનેર માર્કેટ યાર્ડના પાછલા ૩ મહીંનાના મગફળીના ભાવના આંકડા નીચે મુજબ છે.

\જયારે સરકાર રૂા.૧૨૭૫,૪૦/– પ્રતી મણ ના ભાવે ખેડૂતો પાસેથી ચોકકસ શરતો સાથે સારી કવોલેટીની મગફળી ખરીદવા માંગે છે. જે ઉપરોકત હાલના બજારભાવથી બીલકુલ સુસંગત નથી. હાલનો બજારભાવ ટેકાના ભાવથી ઉંચો હોઈ ખેડુતો સરકારને ટેકાના ભાવે મગફળી વેચવાને બદલે બજારમાંજ વેચાણ ક૨શે.


ઉપરાંત હાલની વરસોની પરિસ્થિતીના કારણે મગફળીનુ ઉત્પાદન ઓછુ થવાનો અંદાજો છે, જેના કારણે આગામી સમયમાં બજારભાવ હજુ પણ વધવાની શકયતા છે. જેથી ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી ખરીદીની યોજનાનુ કોઈ અર્થ રહેશે નહી.


જે અમોને ખેડૂતો સાથે મજાકરુપ લાગી રહયુ છે. જો સરકાર ખેડૂતોના હિત બાબતે ખરેખર ગંભીર હોઈ તો આ ટેકાના ભાવની પુનઃવિચારણા કરવી જોઈએ, અને બજારભાવથી ઉંચાભાવે ખેડૂતો પાસેથી મગફળી ખરીદીને તેમને ન્યાય આપવો જોઈએ.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!