અંતે મહંમદભાઈ રાઠોડના પ્રયાસો સફળ
વાંકાનેર: શહેર અને તાલુકાભરના જ નહીં, બહારગામના વાહનચાલકો માટે શિરદર્દ બનેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ મંજુર થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વાંકાનેરમાં સૌથી વધુ અવરજવર આ રસ્તા પર થઇ રહી છે, સત્તાનું કેન્દ્ર રહેલા પીરઝાદા
પરિવારનું નિવાસ સ્થાન પણ આ રોડ પર જ સ્થિત છે, આમ છતાં આ રસ્તાની કોઈ દરકાર લેવામાં આવતી નહોતી, અલબત્ત, રોડ પરનું પતાળિયા પરનું નાળું જયારે બન્યું, ત્યારે ડામર રોડ બનેલ, પરંતુ નબળા કામને કારણે મહિના- બે મહિનામાં રોડ પરનો ડામર ખોવાઈ ગયો હતો, આ બાબતમાં ન તો ત્યારે કોઈ લોકોએ અવાઝ ઉઠાવ્યો કે ન તો કોઈ આગેવાને રજુઆત કરી, ત્યારથી અત્યાર સુધી રાહદોરીઓએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો, હવે મુખ્યમત્રીશ્રીના જીલ્લા ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં રાજકોટ લિક રોડ અર્થાત્ત સ્વામી વિવેકાનંદ
સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ નવો સીસી રોડ બનાવવાની ફરિયાદ- અરજી- રજુઆત 2022-2023 અને છેલ્લે ૨૦૨૪ માં કરાયેલ. જે અરજીનો નીકાલ કલેક્ટરશ્રી મોરબી દ્વારા અરજદાર મહંમદભાઈ રાઠોડને પત્ર અને ફોન દ્વારા ઉક્ત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં હાજર રહેવા જણાવેલ, તા: 24/10/2024 ને ગુરૂવારે સવારે ૧૦/૩૦ કલાકે કલેકટરશ્રી, જીલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મુખ્ય અધિકારી શ્રી સરૈયા, નાયલ કલેક્ટરશ્રી, ઈન્ચાર્જ વહીવટદારશ્રી સમક્ષ કલેક્ટરશ્રી ઝવેરીએ પ્રશ્નનો નિકાલ કરતા જણાવેલ
કે હાલ આ રસ્તો તાત્કાલિક ડામર રોડ બનાવીને, તમામ વહીવટી અધિકારીઓ આ રસ્તો કઈ બ્રાન્ચમાં છે; તેનો રીપોર્ટ કરવા સૂચના અપાઈ હતી, ત્યારે માર્ગ અને મકાન (સ્ટેટ) મોરબી- માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)- મોરબી, તથા ચીફ ઓફિસર વાંકાનેર નગરપાલિકાને તુરત આ બાબતે ઘટતું કરવા કલેક્ટરશ્રી મોરબી એ જણાવેલ હોઈ, હવે પછી વાંકાનેર નગરપાલિકા દ્વારા આ રસ્તો 15 દિવસમાં વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે, ટેન્ડરના ભાવ નકકી કરીને ડામર રોડ બનાવવાની કામગીર હાથ ધરાશે, તેમ કલેકટરશ્રી ઝવેરીએ જણાવેલ છે…