રસ્તામાં પડેલા મોટામોટા ખાડા તારવવા જતા અકસ્માતનો ઝળુંબતો ભય
વાંકાનેર: વાંકાનેરથી જડેશ્વર, અને લજાઈ સુધીનો રોડ ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. વાંકાનેરથી કોઈને જામનગર જવુ હોય કે ટંકારા જવુ હોય તો અમરસર, મીતાણા થઈને જાય છે. વાંકાનેરથી લજાઈ સુધી મોટા મોટા ખાડા પડી ગયેલ છે અને જડેશ્વરથી તો અત્યંત બિસ્માર રોડ લજાઈ સુધી છે. કોઈ ડીલેવરી કેસ હોય તો પણ અહીંના નાના નાના ગામડાઓવાળા સમયસર ગાડી ચલાવી નથી શકતા. તેમજ વાંકાનેરથી દસ કિલોમીટર તીથવામા પૌરાણિક શિવાલય સ્વયંભુ શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર હોય ત્યાં પણ મોરબી, વાંકાનેર અને આજુબાજુ ગામોમાંથી ભાવિકો ખુબ જ આવે છે. આ અંગે યોગ્ય કરવા માંગ થઇ છે.
આ ઉપરાંત વાંકાનેરથી પાડધરાથી માટેલ સુધીનો જે ઘણા વર્ષોથી અત્યંત બિસ્માર હાલતમા આ રોડ છે. આણદપરથી તો માટેલ સુધી રોડ ઉપર મોટા મોટા ખાડા છે અને વાંકાનેરથી પવિત્ર તીર્થધામ માટેલ, આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરે દર્શન કરવા જાવું હોય તો ફરજીયાત વાયા ઢૂવા થઈને જાવુ પડે છે. સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી આવતા માટેલ મંદિરે ભાવિકોને ઢૂવા થઈને જવુ પડે, જે રોડ હમણાં જ સિમેન્ટ રોડ સરસ બનેલ; પરંતુ વાંકાનેર ફોર વહીલરના કયાય ટોલનાકાનો ચાર્જ નથી. વાંકાનેરમા ફોર વહીલરના એકવાર જવાના રૂપિયા ૨૦૦/ લેવાય છે. માટેલ જવુ હોય. મોરબી જવુ હોય કે કચ્છ જવુ હોય.
વાંકાનેર ટોલ નાકે ૨૦૦/ રૂપિયા ચાર્જ આપવાનો; જે ગુજરાતમા આવો ચાર્જ નથી. પવિત્ર યાત્રાધામ માટેલ જવા લોકો કેટલા આવે છે. એ બધાને આ ચાર્જ વધારે લાગે છે. વાંકાનેરના રહેવાસીના લોકોને પણ આ ચાર્જ આપવો પડે, જે પૂરેપૂરો અન્યાય છે. વાંકાનેરની પ્રજાએ અનેકવાર રજૂઆત કરી છે. યોગ્ય કરવા માંગ ઉઠી છે.