વાંકાનેર:રૂરલ -૧ PGVCL કચેરી હાલના સમયમાં ગ્રાહકો માટે માથાનો દુ:ખાવા સમાન છે. કચેરીમાં ઢંગધડા વગરનો વહીવટ ચલાવતા હોવાનો પુરાવો સામે આવ્યો છે.
વાંકાનેર તાલુકાના મહીકા ગામના જાગૃત નાગરિક વિજયભાઈ ચાવડા દ્વારા PGVCL કચેરીમાં માહિતી અધિકાર અધિનિયમ મુજબ એક અરજી કરવામાં આવી હતી. નિયમ મુજબ કોઈ પણ વ્યક્તિ RTI અંતર્ગત અરજી કરે તો 30 દિવસની અંદર માહિતી આપવાની જોગવાઈ છે.
જો અધિકારી જાણી જોઈને માહિતી ન આપે અથવા ખોટી માહિતી આપે તો IPC કલમ 166 અને ખોટી માહિતી આપવા બદલ છેતરપિંડી, ઠગાઈ કરવા બદલ પોલીસ ફરિયાદ થઈ શકે છે.
હાલમાં વિજયભાઈ ચાવડા દ્વારા પ્રથમ અપીલ દાખલ કરવામાં આવેલ છે. પરંતુ ભવિષ્ય PGVCL રૂરલ ૧ ના અધિકારી વિરુદ્ધ જાણી જોઈને ગેરવર્તુણુંક તેમજ હોદ્દાનો દુરુપયોગ કરી જાણી જોઈને માહિતી આપવામાં મોડું કરવા બદલ કાર્યપાલક ઈજનેર કોઈ કાર્યવાહી કરે છે કે કેમ એ આવનાર સમયમાં જોવાનું રહ્યું!