કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગુંદાખડામાં થયેલ ડખ્ખામાં સામી ફરિયાદ થઇ

ઢોર ચરાવવા બાબતે થયેલ ઝઘડામાં ક્રોસ કમ્પ્લેઇન

વાંકાનેર: તાલુકાના ગુંદાખડામાં ઢોર ચરાવવા બાબતે થયેલ ડખ્ખામાં સામી ફરિયાદ થઇ છે. ફરિયાદી ચોથાભાઈ બેચરભાઈ શાપરા જાતે. કોળી (ઉ.વ.૪૦) રહે, ગુંદાખડા વાળાએ લખાવેલ છે કે પોતે તથા પોપટભાઈ કરમશીભાઈ શાપરાએ સતાપરના નાગજીભાઈ કલાભાઈ ધરજીયાનુ ખેતર ઉધડથી રાખેલ છે, જેમાં ભરવાડો તેના માલ ઢોર ચરાવવા આવતા હતા, જે બાબતે અમારે આ ભરવાડ સાથે અગાઉ બોલાચાલી થયેલ હતી.

તા.૧૦/૧૨/૨૦૨૩ ના ચારવા રાખેલ ખેતરે હતા ત્યારે કરમણ ખીમા ભરવાડ, દાના ખીમા ભરવાડ, રામા સીંધા ભરવાડ તથા વેલા ગોકળ ભરવાડ રહે. બધા ગુંદાખડા વાળા તેઓના માલ ઢોર લઈને ખેતર નજીક આવતા પોપટભાઈ કરમશીભાઈ સમજાવવા જતા દાના ખીમા ભરવાડ એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીનો એક ઘા વાસામાં મારેલ હતો અને બીજા ભરવાડોએ મારા ભાઈને ઢીકા પાટુનો માર મારવા લાગેલ. ફરિયાદી બચાવવા વચ્ચે પડતા ગાળો બોલતા હતા. આ ઝઘડા બાબતે અમારા ગામના આગેવાનોને વાત કરેલ પરંતુ ગામમાને ગામમાં રહેતા હોવાથી ફરીયાદ કરવી નથી નો નિર્ણય લીધેલ હતો.

પોપટભાઈ કરમશીભાઈને વાસામા સામાન્ય મુંઢ માર વાગેલ હોય જેથી કોઈ હોસ્પીટલમા સારવાર લીધેલ નથી. પોલીસખાતાએ ગુન્હો આઇ.પી.સી. કલમ-૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ અને મહે.જીલ્લા મેજી.શ્રી મોરબી નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો નોંધી આગળની તપાસ શરુ કરી છે.

દારૂ ઝડપાયો
રંગપર ગામની સીમમાં ચામુંડા હોટલ સામે જાનીવડલા (તા: ચોટીલા) ના રવુભાઇ રામકુભાઇ ખાચર પાસેથી કોથળી 32, લાકડધાર તળાવ પાસે રહેતા સવિતાબેન રમેશભાઈ માથાસુરીયા પાસેથી 15 અને કોટડાનાયાણીના મેનાબેન ભરતભાઈ સોલંકી પાસેથી 2 કોથળી દેશી દારૂની મળી આવતા કાયદેસર કાર્યવાહી.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!