એક-એક વાર અપક્ષ અને ભાજપ; બાકી કોંગ્રેસના પ્રમુખ જ બન્યા છે
૧૯૬૪થી વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે વહીવટદાર સહિત અત્યારે સોળમા પ્રમુખ બિરાજમાન છે અને આજે સત્તરમા પ્રમુખ ચૂંટાશે. અત્યાર સુધીમાં સૌથી વધુ (ત્રણ વાર) જોધપરના શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા પ્રમુખ બન્યા છે. પાડધરાના રાયસંગભાઇ સરતાનભાઈ બે વાર પ્રમુખ બનેલા. પીરઝાદા કુટુંબના ત્રણ સભ્યો પ્રમુખ રહી ચૂક્યા છે.
બે વાર વહીવટદારનું શાષન રહ્યું છે. મહમદજાવેદ એ. પીરઝાદા અપક્ષ અને પ્રવર્તમાન શ્રીમતી વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા ભાજપમાંથી ચૂંટાયા છે, બાકી કોંગ્રેસના પ્રમુખ જ બન્યા છે. ૧૯૭૭માં શ્રી મંજુરહુસેન પીરઝાદાએ કોંગ્રેસ સામે બળવો કરેલો, જે નિષ્ફળ રહેલો. એ સિવાય કોઈએ બળવો કરવાની હિમ્મત કરી નથી. સંપૂર્ણ યાદી નીચે મુજબ છે.
1 શ્રી રાયસંગભાઇ સરતાનભાઈ (પાડધરા) ૦૧-૦૪-૧૯૬૪ થી ૩૧-૦૩-૧૯૬૭ સુધી
2 શ્રી અબ્દુલમુત્લીબ કે. પીરઝાદા (વાંકાનેર) ૦૧-૦૪-૧૯૬૭ થી ૩૧-૦૩-૧૯૭૨ સુધી
૩ શ્રી રાયસંગભાઈ સરતાનભાઇ (પાડધરા) ૦૧-૦૪-૧૯૭૨ થી ૩૧-૦૩-૧૯૭૭ સુધી
4 શ્રી પરબતભાઈ દેવરાજભાઇ (જાલસીકા) ૦૧-૦૪-૧૯૭૭ થી ૩૧-૦૩-૧૯૮૨ સુધી
5 શ્રી અમીયલભાઈ એન. બાદી (અરણીટીબા) ૦૧-૦૪-૧૯૮૨ થી ૩૧-૦૩-૧૯૮૭ સુધી
6 શ્રી ખુરશીદ હૈદર એ.પીરઝાદા (વાંકાનેર) ૦૧-૦૪-૧૯૮૭ થી ૩૧-૩-૧૯૯૪ સુધી
7 વહીવટદાર શ્રી ૦૧-૦૪-૧૯૯૪ થી ૨૧-૦૭-૧૯૯૫ સુધી
8 શ્રી મહમદજાવેદ એ. પીરઝાદા (વાંકાનેર) ૧૩-૦૭-૧૯૯૫ થી ૩૧-૦૩-૨૦૦૧ સુધી
9 શ્રી ફતેમામદ એમ. પરાસરા (સિંધાવદર) ૦૧-૦૪-૨૦૦૧ થી ૨૦-૦૫-૨૦૦૩ સુધી
10 શ્રી આહમદભાઈ વી. બાવરા (પીપળીયારાજ) ર૧-૦૫-૨૦૦૩ થી ૦૮-૧૧-૨૦૦૫ સુધી
11 શ્રી ગુલમામદ યુ. બ્લોચ (વાંકીયા) ૦૯-૧૧-૨૦૦૫ થી ૦૮-૧૧-૨૦૧૦ સુધી
12 શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા (જોધપર) ૦૯-૧૧-૨૦૧૦ થી ૨૨-૧૨-૨૦૧૫ સુધી
13 શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા (જોધપર) ૨૩-૧૨-૨૦૧૫ થી ૨૦-૦૬-૨૦૧૮ સુધી
14 શ્રીમતી ફાતુબેન યુનુસભાઈ શેરસીયા (જોધપર) ૨૧-૦૬-૨૦૧૮ થી ૨ર-૧ર-૨૦૨૦ સુધી
15 વહીવટદાર શ્રી રર-૧૨-ર૦ થી ૧૬-૩-ર૦ર૧
16 શ્રીમતી વર્ષાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા (વઘાસીયા) ૧૬-૩-ર૦ર૧ થી ચાલુ