હાઇવે રોડ ઉપર અજાણ્યા બહેન ટ્રકો રોકતા, ગાળા-ગાળી કરતા, કોઇનુ માનતા નહોતા
વાંકાનેર: મળતી માહિતી અનુસાર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ જે. એચ. ચાવડા ગત તા-૦૮/૦૫/૨૦૨૩ ના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ ચાર્જની ફરજ પર હતા, તે દરમ્યાન રાત્રીના સમયે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના ફોન નંબર ઉપર જાણ કરેલ કે વધાસીયા ટોલનાકાથી મોરબી તરફ બે કી.મી. આગળ હાઇવે રોડ ઉપર એક અજાણ્યા બહેન ટ્રકો રોકે છે અને બધા માણસો સાથે ગાળા ગાળી કરે છે. કોઇનુ માનતા નથી.
જેથી તુરત જ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની સી-ટીમના કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને બહેનને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવેલ. પી.એસ.ઓ. જે. એચ. ચાવડાને સોપેલ, જે બાદ અજાણ્યા બહેનને જોતા તેઓની માનસિક હાલત ખરાબ જણાયેલ, જેથી સાથેના મહિલા પોલીસ જાગ્રુતીબેન નથુભાઇ બેડવા તથા સી-ટીમના કર્મચારીને સાથે રાખી તેઓને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા અજાણ્યા બહેને પોતાનુ નામ ગૌરીબહેન ઉર્ફે ટીની હિરાભાઇ રાવળ જણાવેલ, સરનામું પૂછતા ગૌરીબહેને સપના ટોકીઝ પાસે સરખેજ જણાવેલ અને તેના ભાઇનુ નામ ભીખાભાઇ હિરાભાઇ જણાવેલ.
ત્યાર બાદ પી.એસ.ઓ.એ સરખેજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ.ને ફોનથી જાણ કરી ગૌરીબહેનના ભાઇનુ નામ સરનામુ આપી તપાસ કરવા જણાવતા તેના ભાઇ- ભાભીનો કોન્ટેક નંબર મળતા વીડીઓ કોલથી વાતચીત કરાવતા, તેના ભાઇ આ ગૌરીબહેનને ઓળખી જતા અને પોતાની સગી બહેન જ હોય; જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગૌરીબહેનને લેવા માટે આવી જવા જણાવેલ. ત્યાર બાદ ગૌરીબહેનના ભાઇ ભીખાભાઇ હિરાભાઇ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને વાંકાનેર સીટી પોલીસ દ્વારા મળી આવેલ મહિલાના પરિવારના સભ્યો સાથે ગુમ થનાર બહેનનુ મિલન કરાવવામાં આવેલ છે.