ગારિયામાં પારકી પરણેતર સાથેના મૈત્રી કરારે છરીના ઘા માર્યા
વાંકાનેર: તાલુકાના ગારિયા ગામે દીકરાએ બીજાની ઘરવાળી સાથે મૈત્રી કરાર કરતા ખાર રાખી પિતાને છરીના ઘા માર્યાની ફરિયાદ પોલીસ ખાતાના ચોપડે નોંધાઈ છે.

વાંકાનેર તાલુકાના જુના ગારીયાના ખેતીકામ કરતા દેવાભાઇ ઉર્ફે દેવરાભાઇ મેરામભાઇ વાલાણી જાતે કોળી (ઉ.વ.૪૫) વાળાએ ફરિયાદ કરી છે કે પોતે બાબભા વાળાની જમીન વાવે છે અને એમને સંતાનમા ત્રણ દિકરા અને બે દિકરીયુ છે. દિકરી સંગીતાબેન અને એક દિકરા પ્રવીણના લગ્ન થઇ ગયેલ છે. એમના બીજા દિકરા ભરતભાઇએ ગારીયા ગામે રહેતા ચંદુ ચોથા સરવૈયાના ઘરવાળી સાથે થોડા સમય પહેલા મૈત્રી કરાર કરેલ છે.
તા.૧૫/૧૧/૨૦૨૩ ના સવારના આઠેક વાગ્યે રજકા તથા જીરામા પાણી પાવાનુ હોય પોતે ગારીયા દરગાહ પાસે દેડકો ચાલુ કરવા ગયેલ ત્યારે ગારીયાના ચંદુભાઇએ ટપારતા ભાગવા જતા પોતે પડી ગયેલ.

આ વખતે ચંદુભાઇએ ફરિયાદીને બંન્ને પગમા છરીના ઘા મારેલ તથા તેની સાથે બીજા માણસે મને લાકડાનો ધોકો મારેલ. બેભાન થઇ જતા બાજુના વાડીના સાદુરભાઈ આવીને ફરિયાદીના દિકરા અતુલ તથા ધવલભાઇને ફોન કરતા વાંકાનેર સરકારી હોસ્પીટલમા દાખલ કરેલ, ત્યાંથી રાજકોટ સીવીલ હોસ્પીટલમાં એમના જમાઇ હરેશભાઇ ભનાભાઇ ગઢાદરા, અતુલ તથા તેમના પત્ની હેમુબેન દાખલ કરેલ છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
