કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભાટીયા સોસાયટી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ પ્રવાસ યાત્રા કરી

કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ સૂત્રને સાર્થક કર્યું

વાંકાનેર: તારીખ 9 જાન્યુઆરી 2024 ના રોજ ભાટિયા સોસાયટી કન્યા પ્રા. શાળા નો કચ્છ(ભુજ)નો શૈક્ષણિક પ્રવાસ ધોરણ 4 થી 8 ના વિદ્યાર્થીઓનો કરવામાં આવ્યો. જેમાં બાળકોએ મોગલ ધામ કબરાઉ , માનસ હનુમંત ધામ કટારીયા, મેકરણ દાદાની જગ્યા ધ્રંગ, ધોરડો સફેદ રણ, આશાપુરા માતાનું મંદિર માતાનો મઢ, નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવનું મંદિર, અંબે ધામ ગોધરા, માંડવી બીચ, જેસલ તોરલ સમાધિ સ્થળ અંજાર, વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી.


આ પ્રવાસમાં બે દિવસ સુધી પ્રકૃતિના ખોળે શૈક્ષણિક અને પ્રાકૃતિક તેમજ નૈસર્ગિક વાતાવરણમાં મન ભરીને આનંદ માણ્યો અને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો. સમગ્ર પ્રવાસનું સફળ આયોજન આયોજન કરવા માટે શાળાના આચાર્યશ્રી અતુલભાઇ બુધદેવ તથા શાળાના સમગ્ર સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને બાળકોને ખરા અર્થમાં એક શૈક્ષણિક પ્રવાસની અનુભૂતિ કરાવી.
ખરેખર કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા આ સૂત્રને સાર્થક કરી એક યાદગાર પ્રવાસની સ્મૃતિ લઈ બધા આવ્યા.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!