વાંકાનેર: તાલુકાના ઢુવા ગામ નજીક સિરામિક ફેકટરીમાં રોજગારની તલાશમાં આવેલ પશ્ચિમ બંગાળના એક વિકલાંગ યુવાનએ પોતાની બિમારી અને આર્થિક સંકડામણથી કંટાળી જીંદગીની જંગ હારી જતા ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
મળેલ જાણકારી મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે આવેલ જેટ સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ પશ્ચિમ બંગાળના વતની બિશ્વજીત સુધીરચંદ્ર ઘોષ (ઉ.વ. 25) નામના અપંગ યુવાનને શ્વાસ લેવામાં તકલીફ હોય સાથે આર્થિક સ્થિતિ નબળી પણ હોય અને વતનમાં પૈસા મોકલવાના હોય, જેથી સતત માનસિક પરેશાન રહેતા યુવાને જીંદગીનો જંગ હારી સમસ્યાઓથી કંટાળી અઘટિત પગલું ભરી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…