કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

‘પુત્રી ભાગી ગયાની વાત સમાજમાં કરવાની નથી’

રામપરા (બેટી) માં પુત્રે પિતાને પાઇપના ઘા ફટકાર્યા

ફોનમાં વાત કરતા કરતા તાપવા જતા મહિલા દાઝી
ટંકારા નજીક નસીતપર ગામ પાસે કારખાનામાં બનેલી ઘટના

કુવાડવા નજીકના રામપરા (બેટી) ગામે રહેતાં તળશીભાઈ વાઘાભાઈ ભાટી (ઉ.વ.45) નામના મારવાડી આધેડને તેમના દિકરા કાનાએ લોખંડના પાઈપથી બેફામ માર મારી બંને હાથ અને એક પગ ભાંગી નાંખતા ગંભીર ઈજા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્યા મુજબ બેટી રામપરામાં રહેતા તળશીભાઈ ભાટી સાંજે ઘરે હતાં ત્યારે દિકરા કાનાએ ઝઘડો કરી લોખંડના પાઈપથી બેફામ માર મારતાં તેને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે દાખલ કરાયા છે. તળશીભાઈને સંતાનમાં ત્રણ દિકરી અને ત્રણ દિકરા છે. તે છુટક ભંગારનો ધંધો કરે છે.

તળશીભાઇએ કહ્યું હતું કે તેની એક દિકરીને ત્રણેક મહિના પહેલા સમાજનો છોકરો ભગાડી ગયો છે. રાતે પોતે અને દિકરો કાનો ઘરે હતાં ત્યારે આ બાબતે સમાજમાં પોતે વાત કરવાના છે તેમ કહેતા દિકરા કાનાએ આ વાત સમાજમાં કરવાની જ નથી તેમ કહી ઝઘડો કરી બાદમાં પાઇપના ઘા ફટકાર્યા હતાં. તળશીભાઈએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દિકરા કાનાએ દારૂ પીધેલી હાલતમાં આ મારામારી કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.ફોનમાં વાત કરતા કરતા તાપવા જતા મહિલા દાઝી
મળેલ જાણકારી મુજબ લુંજન ફેક્ટરી, નસીબપર ગામ, ચાચાપર રોડ, તાલુકો ટંકારા ખાતે રહેતા આરતીબેન દશરથભાઈ કદમ (ઉંમર વર્ષ 55) ગઈકાલે બપોરે 12 વાગ્યા આસપાસ ઉપરોક્ત કંપનીના રૂમમાં જ્યાં તે પરિવાર સાથે રહેતી હતી ત્યાં ગેસના ચૂલાની આગમાં હાથ પગને શેકી તાપણુ કરતી હતી ત્યારે મોબાઈલમાં ફોન આવતા, ફોનમાં વાત કરતા કરતા ધ્યાન ન રહેતા આગની જાળ સાડીમાં લાગી જતા આખા શરીરે દાઝી ગઈ હતી.

જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આરતીબેનને સંતાન 3 દીકરા અને 1 દીકરી છે. પતિ કારખાનામાં મજૂરી કરે છે. તેઓ મૂળ મધ્યપ્રદેશ ગ્વાલિયરના વતની છે. હાલ આરતીબેન સારવાર હેઠળ છે….

Content Copying Forbidden !!

error: Content is protected !!