માનસિક બીમાર સગીર પાળિયાદનો રહેવાશી નિકળ્યો: બનેવી આવીને લઇ ગયા
વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસેથી આશરે ૧૫ વર્ષનો માનસિક બીમાર સગીર મળી આવ્યો હતો, જેથી ગામના જાગૃત વ્યક્તિએ બાળકને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને લઈને આવ્યા હતા. ત્યાં પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બાળકની પૂછપરછ કરવામાં આવી હતી અને તે ફર્યું ફર્યું બોલતો હતો. છેવટે પોતે પાળીયાદનો વતની હોવાનું જણાવતો હોય વાંકાનેર પોલીસે પાળિયાદ પોલીસનો સંપર્ક કર્યો હતો અને પાળીયાદ પોલીસને ફોટા મોકલીને ફોટા ત્યાં વાઇરલ કરવામાં આવ્યા હતા.
જેના આધારે તેનો બાળકના પરિવારનો પતો લાગ્યો હતો અને ત્યાંથી તેના બનેવી તેને લેવા આવ્યા હતા. જેમાં ખુલ્યું હતું કે મોરબીના વાંકાનેર તાલુકાના જાલીડા ગામેથી મળી આવેલ બાળકનું નામ પ્રવીણ રવજી ચૌહાણ (૧૫) છે અને તે પાળીયાદનો છે. તે માનસિક અસ્થિર હોય અગાઉ પણ અનેક વખત ઘરેથી નીકળી ગયેલ છે, તે મુજબ તે ગત તા. ૨૭ ના રોજ વહેલી સવારે ઘરેથી નીકળી ગયો હતો અને વાંકાનેર નજીકથી મળી આવ્યો હતો. હાલ વાંકાનેર પોલીસે પાળિયાદ જાણ કરતા તેના બનેવી વિજય કેસાભાઇ કટેશીયા પોલીસ સ્ટેશન આવ્યા હતા અને પ્રવીણ ચૌહાણને તેને સોપી દેવામાં આવ્યો હતો. આ કામ વાકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ વિગેરે કરી હતી.