ત્રણેય ગીરસોમનાથ જિલ્લાના
વાંકાનેર: તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ એક કારખાનામાં રૂપિયા ત્રણ લાખ જેટલા મટીરીયલ્સની ચોરીની ફરિયાદ લખાઈ હતી, જે ગુન્હામાં ગીરસોમનાથ જુલાના ત્રણ આરોપી પકડાયા છે….
જાણવા મળ્યા મુજબ તા.૨૯/૦૭/૨૦૨૪ ના તાલુકાના માટેલ ગામના સર્વે નંબર પૈકીની જમીનમાં આવેલ સોલીઝો વિટ્રીફાઇડ પ્રા.લી નામથી જી.વી.ટી. ટાઇલ્સ બનાવવાના કારખાનામાં કીલનની ઓફીસમાં રહેલ કુલ-૪૫ થર્મોકપલમાંથી પ્લેટીનીયમના તાર જે એક
થર્મોકપલમાં ૧,૨૫ ગ્રામ વજન અને પ્લેટીનીયમ ૧ ગ્રામની કી.રૂ. ૫૫૦૦/- લેખે કુલ ૪૫ થર્મોકપલમાં કુલ ૫૬.૨૫ ગ્રામની કુલ કી.રૂ.૩,૦૯,૩૭૫/- ની ચોરી ની ફરિયાદ બી.એન.એસ, કલમ-૩૦૫(એ), ૧૧૨ મુજબ મોરબીના રેનીશકુમાર કાંતીભાઈ કાથરોટીયાએ લખાવેલ હતી.
ગુન્હાની તપાસ દરમ્યાન આ ગુન્હાના આરોપીઓએ સોલીજો કારખાનામાં થયેલ ચોરીના ગુન્હાને પોતે અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ હોય જેમાં (૧) દિવ્યેશભાઇ રાયસીંગભાઇ ઝાલા જાતે. કારડીયા રાજપુત રે. ધામડેજ તા.સુત્રાપાડા જી.ગીરસોમનાથ તથા (૨) મંતવ્ય નાથાભાઇ મોરબી જાતે.કારડીયા રાજપુત રે. કાજ તા: કોડીનાર જી.ગીરસોમનાથ અને (૩) મીતકુમાર રાયસિંહ પરમાર રે. કાજ તા: કોડીનાર જી.ગીરસોમનાથ વાળાને પોલીસખાતાએ પકડી પાડી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…