કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેનારા ઝબ્બે

પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેનારા ઝબ્બે

રીક્ષા ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા

પૂર્વે વાંકાનેર પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લીધા હતા
નવી રાતીદેવડીમાં મારામારી

રાજકોટ: શહેરમાં રીક્ષા ગેંગનો તરખાટ યથાવત રહ્યો છે. મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલટી-ઉબકાના બહાને ખિસ્સામાંથી રોકડ સહીતની મતા સેરવી લેતી રિક્ષા ગેંગની ત્રિપુટીને આજીડેમ પોલીસે પકડી પાડી રૂ.28,500 ની રોકડ રિકવર કરી હતી.

ઝડપાયેલી ટોળકીએ છેલ્લા બે માસમાં 13 મુસાફરોને લૂંટી લીધાની કબૂલાત આપી હતી, જેમાં 15 દિવસ પૂર્વે વાંકાનેર પાસે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 5,000, બે મહિના પૂર્વે મોરબી-ટંકારા રોડ પર પેસેન્જરને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ. 3000, એકાદ મહિના પૂર્વે ગ્રીનલેન્ડ ચોકડીથી કુવાડવા ગામ વચ્ચે પેસેન્જરના ખિસ્સામાંથી રૂ. 2500 કાઢી લીધાની કબુલાત રીક્ષા ગેંગના સાગરીતોએ આપી હતી.વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એસ.વી.ગોહિલની ટીમ તપાસમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ જોગીયા અને કોન્સ્ટેબલ ગોપાલભાઈ બોળીયાને મળેલી સંયુક્ત બાતમીના આધારે ઉલટી-ઉબકાના બહાને મુસાફરોના ખિસ્સામાંથી રોકડ સેરવી લેનાર ગેંગના સૂત્રધાર રામ ઉર્ફે લાલો બચુ લાકડીયા (ઉવ 22) રહે. ગોંડલ ચોકડી પાસે, ઝુપ્પડપટ્ટીમાં, મૂળ રહે. બી ડિવિઝન પોલિસ મથક પાછળ, મોરબી), સંજય વિઠ્ઠલ પરમાર (ઉવ 20 રહે. ગધીવાડ, કનૈયા ચોક, કોઠારીયા રોડ, મૂળ રહે. હરીપર તરવળા, લોધિકા) અને શૈલેશ જીવા ભરવાડીયા (ઉ.વ.35 રહે. ઝુપ્પડપટ્ટીમાં, ગોંડલ ચોકડી)ની ધરપકડ કરી રોકડ રૂ. 28,500 અને રિક્ષા મળી કુલ રૂ. 88,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો…

નવી રાતીદેવડીમાં મારામારી
વાંકાનેર: તાલુકાના નવી રાતીદેવડી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી જાવેદ ઉસ્માનભાઈ કડીવાર (ઉ.40) અને જુબેદાબેન જાવેદભાઈ (ઉ.35) ને ઇજા થતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. બનાવ અંગેનું કારણ જાણવા મળેલ નથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!