પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: શહેરથી આજુબાજુના ગામડાઓમાં અને ખાસ કરીને વાંકાનેર શહેરમાં અત્રે મસ્સીના ઉપદ્રવે રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે. સ્વચ્છતા અભિયાનનો અમલ માત્ર કાગળ પર જ હોય તેમ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્યા યથાવત રહી છે.
વાંકાનેર પંથકમાં મિક્સ ઋતુના કારણે ઠંડી અને ગરમીનો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે, કદમાં નાની મસ્સી ઉડતા ઉડતા આંખોમાં ઘૂસી જઈ રહી છે અને લોકો આંખો ચોળવા મજબૂર બને છે, ત્યારે મસ્સી- મચ્છરોનો ત્રાસ ફરી દર વર્ષની જેમ આ વર્ષે પણ યથાવત રહેતા લોકો સમસ્યા અનુભવી રહ્યા છે. વાંકાનેર પંથકમાં દવાનો છંટકાવ અને લીમડાનો ધુમાડો કરવાથી થોડી ઘણી અંશે ઉદ્ભવેલો આ ઉપદ્રવ હળવો થઈ શકે તેમ છે. વહીવટી તંત્ર પગલાં ભરશે, એવી આશા લોકો લગાવી બેઠા છે
પોલીસ સ્ટેશનેથી
પીધેલ:
(1) નવા વઘાસિયાના સંજય રઘુભાઇ સરાવાડીયા (2) નવજીવન સોસાયટી- મિલ પ્લોટના ભાવેશ રમેશભાઈ સોલંકી અને (3) જુના રાજાવડલાના શૈલેષ પ્રેમજીભાઈ સોલંકી પીધેલ પકડાયા
ટ્રાફિકના નિયમનો ભંગ:
લીંબાળાના રાણાભાઇ વશરામભાઇ ગુંદારિયા પોતાની રીક્ષા નં GJ-36-U-4460 ને સિંધાવદર બસ સ્ટેન્ડ પાસે રસ્તામાં અડચણ રૂપ થાય તે રીતે પાર્ક કરતા અને ટ્રાફિકના નિયમનો ભંગ કરતા કાયદેસર કાર્યવાહી…