કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રીવર્સ ટ્રક પાછળની કાર સાથે અથડાયો

અમરસર ફાટક પાસેના અકસ્માતમાં રાતીદેવરીના ચાલકનો બચાવ

ખેરવા જતા સિંધાવદરની જેગુઆર ગાડી પાછળ લેતા રીક્ષા સાથે અથડાઈ

વાંકાનેર: ગઈ કાલે બપોરના અમરસર ફાટક બંધ હોઈ આગળના ટ્રક પાછળ જેગુઆર ઉભી રાખેલ, ટ્રક આગળ જવાને બદલે રીવર્સમાં લેતા ઉભેલી જેગુઆર સાથે અથડાઈ હતી, બનાવથી જેગુઆર પાછળ લેતા પાછળ ઉભેલી રીક્ષા સાથે અથડાઈ હતી. જેગુઆરમાં નુકશાન થયું હતું. આ બાબતની ફરિયાદ થઇ છે.

રાતીદેવરીના સંજયસિંહ ભરતસિંહ ઝાલા (ઉ.વ.૩૪)એ લખાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પોતાના મિત્ર સીધાવદરના રિજવાનભાઇ પરાસરાની જેગુઆર XF-મોડલની રજી નંબર GJ-10-DA-9133 વાળી ચલાવીને રાતીદેવરીથી ખેરવા જ તા હતા, વાંકાનેર મામલતદાર ઓફીસથી એક ટ્રક રોડ પર કાવા મારી ચલાવી જતો હતો અને અમરસર ફાટક પાસે આવતા ત્યા ફાટક બંધ હોય જેથી

ગાડી આગળ જતા ટ્રક નં GJ-03-AT-1717 વાળીની પાછળ વીસ ફુટ દૂર રાખેલ હતી, અચાનક ટ્રક ચાલક રાજુભાઇ દીનેશભાઇ માડવીયાએ આગળ જવાના બદલે રીર્વસમાં આવવા દેતા જેગુઆરના બેનેટ તથા બમ્પર સાથે ભટકાળેલ હતી. જેગુઆર થોડી રીર્વસમા લેતા પાછળ રહેલ રીક્ષામાં અડી જતા પાછળના બમ્પર અને લાઇટમાં ભટકાયેલ હતી. ટ્રક ચાલક દારુ પીધેલ હાલતમાં હતો.


ફરિયાદીએ પોતાના મીત્ર પરવેજભાઈ માહમદભાઈ માથકીયા તથા મહાવીરસિંહ પ્રવીણસિંહ ઝાલાને જાણ કરતા તે ત્યા આવી ગયેલ હતા, દારુ પીધેલ હાલતમાં ચાલકને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી અકસ્માતની ફરિયાદ નોધાવી હતી. પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ દારૂ પીવાનો કેસ નોંધાયો છે

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!