કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બાઉન્ડ્રી નજીક ટ્રક ટ્રેલર પાછળ અથડાયો

સરતાનપરમાં સેન્સો ચોકડી નજીક ટ્રક ટ્રેલર હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

પોતાના સાસરે પાડધરા આવતા મહીકા પાસે મળ્યું મોત

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મહીકા પાસે બંધ પડેલા ટ્રક -ટ્રેલર પાછળ અથડાતા અમદાવાદના ધંધુકા અડવાળ ગામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બેદરકારી દાખવનાર ટ્રક-ટ્રેલરના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.

બનાવ અંગે જાણવા મળ્યા મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ મહીકા પાસે હાઇવે ઉપર ટ્રક ટ્રેલર નંબર GJ.36.V.4425ના ચાલકે ટ્રાફીકને અડચણ રૂપ તેમજ અકસ્માત સર્જાય તેમ ભયજનક રીતે રાત્રીના સમયે અંધારામા પોતાનું ટ્રેલર ઉભુ રાખી કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી નિષ્કાળજી રાખવાની સાથે ટ્રક-ટ્રેઇલરની પાછળ યોગ્ય અંતરે કોઇપણ પ્રકારના લાઇટના સિગ્નલો કે ભય સુચક સંકેતો કે કોઇપણ પ્રકારની આડસ નહીં રાખતા

બાઈક લઈને પસાર થતા રણજીતભાઇ પરસોતમભાઇ સારલા ટ્રેલરના પાછળના ભાગે અથડાતા ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. તેઓ પોતાના સાસરે પાડધરા આવી રહ્યા હતા, બનાવ અંગે મૃતકના ભાઈ કિરણભાઇ પરશોતમભાઇ સારોલા રહે.અડવાળ તા.ધંધુકા જી.અમદાવાદ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ટ્રક ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બીજા બનાવમાં વાંકાનેરના સરતાનપરમાં સેન્સો ચોકડી નજીક ટ્રક ટ્રેલરના ચાલકે અચાનક ટ્રક ટ્રેલર વળાંક વાળતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી જયારે એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપરમાં સેન્સો ચોકડી નજીક RJ-32-GB-7799 નંબરના ટ્રક ટ્રેલરના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી અચાનક વળાંક વાળી લેતા મોટર સાયકલ લઈને ધાર્મિક પ્રસંગ માટે જઈ રહેલા નાગજીભાઇ ધરમશીભાઇ વિંજવાડીયા રહે. સરતાનપર રોડ પાંજરાપોળ ગૌશાળામાં બંધુનગર વાળાનું ગંભીર ઈજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું જયારે તેમના પત્ની લાભુબેન નાગજીભાઇ વિંજવાડીયા અને સાહેદ તેમના પુત્ર રમેશ નાગજીભાઇને ઈજાઓ પહોંચતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ મૃતકના પત્ની લાભુબેને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!