વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસેના તિરૂપતિ પેટ્રોલ પંપ પાસે ઢુવા નજીક રોડની સાઈડમાં ઉભેલા એક યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે.
આ બનાવમાં મળેલી વિગતો મુજબ દીપાભાઇ પરશુરામભાઈ ભીલ (ઉમર ૨૩) મૂળ (રહે.રાજસ્થાન)ના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું.જેથી ઇજા પામેલ હાલતમાં દીપાભાઇ ભીલને અત્રે મોરબીની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.