રાજકોટ: ઢુવા-માટેલ રોડ પર બેભાન થયેલા એક શખ્સને રાજકોટ સારવાર માટે ખસેડયા છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે કેપ્ટાઇલ સિરામીક નજીક રહેતાં મુળ બિહારના મોન્ટુભાઇ મહીન્દર સહાની (ઉ.વ.૫૦) રાતે દસેક વાગ્યે ઢુવા-માટેલ રોડ નજીક ભવાની કાંટા પાસે સિરામીકમાં મજૂરીએ ગયા હતાં ત્યારે
બહાર કોઇ અજાણ્યા શખ્સોએ ગાળો દઇ હુમલો કરી ધોકા કે બીજા કોઇ પદાર્થથી બેફામ માર મારતાં ગંભીર ઇજા થતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે…
મોન્ટુભાઇ અર્ધબેભાન પડયા હોઇ કોઇએ પોલીસને અને ૧૦૮ને જાણ કરી હતી. બાદમાં તેની પાસેના ફોનને આધારે સગાને જાણ થઇ હતી. ગાળો બોલવાની ના પાડતાં અજાણ્યાઓએ હુમલો કર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે…