વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા સ્થિત હઝરત શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો. શાનો સૌકતથી છેલ્લા ઘણા વર્ષોથી ઉર્ષ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની અગ્યારમીના દિવસે ઉર્ષ ઉજવાય છે અને ન્યાઝ તકસીમ કરાય છે.
આ દરગાહ શરીફ ભોજપરા ગામના સીમાડે મહા નદીના કાંઠે આવેલી છે અને અહીં વર્ષો જૂનું કબ્રસ્તાન પણ છે, જે પાડધરા મુસ્લિમ સ્ટેટ વખતનું મનાય છે. ઉર્ષ ઉજવણીમાં કડીવાર મહમદ હસન પટેલ. ખોરજીયા અબ્દુલ હબીબ પટેલ, કડીવાર ઇકબાલ મહમદ જલાલ, માથકિયા અબ્દુલકાદર ઉસ્માન, શેરસીયા અલ્તાફ ઈબ્રાહીમભાઈ વગેરેએ જહેમત ઉઠાવી હતી.