મોરબીની હોસ્પિટલમાં સારવાર હેઠળ
વાંકાનેર તાલુકાના વડુસર ગામે રહેતા એક યુવાને ઝેરના પારખા કરવાની ઘટના સામે આવી છે.
જાણવા મળ્યા મુજબ વરડુસરના ગોપાલભાઈ વનાભાઈ ઝાલા (૨૩) નામનો યુવાન વાડીએ હતો ત્યારે વાડી વિસ્તારમાં કોઈ કારણોસર તે ઝેરી દવા પી ગયો હતો. જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.
ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.