પોલીસ સ્ટેશનેથી
વાંકાનેર: મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તારીખ 22 એપ્રિલના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા
5 વર્ષથી નાસતા ફરતા આરોપીની સી.આર.પી.સી.કલમ 41(1) આઇ. મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. મોરબીના પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એન.પરમારના માર્ગદર્શન હેઠળ
પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના કર્મચારીઓ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના ASI જિજ્ઞાસા કણસાગરા, ચંદ્રકાંત વામજા તથા HC જયેશ વાઘેલાને મળેલી ખાનગી બાતમી આધારે
આરોપી શાહીદ શેરમહોમદ (ઉ.વ.32) મેઉ રહે.ભુંડવાસ તા. ફીરોજપુર જી.નુહ (હરીયાણા) વાળો, જેને ઢુવા-માટેલ રોડ રોલસ્ટાર ગ્રેનીટો સીરામીકના કારખાના પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડયા, એસ.ઓ.જી. મોરબી સહિતના પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતા.
પોલીસ સ્ટેશનેથી
દારૂ સાથે:
વાંકાનેર સીટી સ્ટેશન રોડ પાણીના પરબ પાસે રહેતા સાહિલ સલીમભાઇ બશેરને અમરસિંહજી હાઈસ્કૂલ પાસેથી દેશી દારૂ સાથે પકડેલ છે
ટ્રાફિક નિયમના ભંગ:
(1) સમઢિયાળાના તાહિર નુરમામદ સિપાઈ અને (2) દીવાનપરા મસ્જીદવાળી શેરીમાં રહેતા અહેમદ હુસેનભાઈ રવાણી સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો