વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ પાસે આવેલ રોસાટા કંપનીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી એક મહિલાને ઇજા થઇ છે.
જાણવા મળ્યા મુજબ રાતાવિરડા ગામ પાસે રોશનીબેન અક્ષયભાઈ પાતી (૨૬) નામની મહિલા પહેલા માળેથી નીચે પટકાતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને પોલીસે બનવાની નોંધ કરીને બનાવ વાંકાનેર પોલીસ સ્ટેશનની હદનો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે તજવીજ શરૂ કરી હતી