જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે વાહન અથડાયુ
વાંકાનેર: ઢુવા માટેલ રોડ પર હોટેલ પાછળ રહેતી મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા અને જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે કોઈ વાહન અથડાતા ઇજા થતા દવાખાનામાં દાખલ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર હાઈવે પર આવેલ ઢુવા માટેલ રોડ પર દ્વારકાધીશ હોટેલ પાછળ રહેતી મહિલાએ ત્રાસથી કંટાળીને ફિનાઇલ ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે જેમાં મહિલાના પતિ અને અમુક શખ્સો પાર્ટનરમાં ધંધો કરતા હોય લાખો રૂપિયા તેઓને વિશ્વાસે રાખવા આપેલા, જે લાખો રૂપિયાની રકમ પરત માંગતા તેઓના ભાડે રહેવા આપેલા મકાનમાંથી કાઢી મુકીને તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી વિશ્વાસઘાત કરેલ જેથી પતિ ફરાર થઈ ગયા હોય, અખબારી અહેવાલો મુજબ
કોઈ શખ્સોએ મહિલાને ફડાકા ઝીંકી ધમકી આપતા હોવાથી કંટાળી ફિનાઇલ ગટગટાવી આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે આ અંગે તપાસ ચલાવવી મહિલાને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે હાલ તો તૌફીક લધાણી અને તેમના પત્ની ફિરજા ઘર વિહોણા બની ગયા હોય છે, ઘરવખરીને બહાર ફેંકી સળગાવી દેવાની સાથે તેમને મારી નાખવાની ધમકી આપતા ભારે ચર્ચા જાગી છે….
જાંબુડીયા ગામ નજીક યુવાનના બાઈક સાથે વાહન અથડાયુ
મોરબી વાંકાનેર હાઈવે ઉપર જાંબુડીયા ગામ નજીકથી બોટાદના રાણપુર નજીક આવેલ ઉમરાળા ગામનો અક્ષય ઈશ્વરભાઈ દૂધરેજીયા નામનો 25 વર્ષનો યુવાન બાઈક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈક સાથે કોઈ વાહન અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં અક્ષયને ઈજા થતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાતા તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા અગાળની તપાસ ચલાવી રહ્યા છે…