વાંકાનેર તાલુકાના ગામડામાં રહેતો યુવાન બેટરીમાં નાખવાનું પાણી પી ગયાનું જાણવા મળેલ છે.



જાણવા મળ્યા મુજબ તાલુકાના ઓળ ગામે રહેતો અનિલભાઈ ભનુભાઈ કેરવાડીયા (૨૫) નામનો યુવાન ઓળ ગામે હતો, ત્યારે ત્યાં કોઈ કારણોસર તે બેટરીમાં નાખવાનું પ્રવાહી પી ગયો હતો.




જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એચ.એમ. ચાવડા દ્વારા કરવામાં આવી હતી. જોકે, આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે. અનિલ બે ભાઈઓમાં નાનો છે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
