અમરસર ફાટક પાસે વાહન અકસ્માત
વાંકાનેર: સરતાનપર રોડ પરની ખાણમાં વીસેક ફૂટ ઊંચાઈએથી યુવાન નીચે પડી જતા સિવિલે ખસેડાયો હતો બીજો બનાવ અમરસર ફાટક પાસે વાહન અકસ્માતનો બનેલ છે….



જાણવા મળ્યા મુજબ વાંકાનેર- મોરબી હાઇવે સરતાનપર રોડ જોન્સન સિરામિક નજીક બેલા (પથ્થર) ની ખાણમાં વીસેક ફૂટ ઊંચાઈએથી નીચે પડી જતા સોનુભાઈ બ્રિજેશભાઈ બિંદ (ઉ.26) નામના યુવાનને 108 વડે સારવાર માટેની સિવિલે ખસેડાયો હતો.
અમરસર ફાટક પાસે વાહન અકસ્માત
વાંકાનેરના અમરસર ફાટક પાસે ટુ-વ્હીલર અકસ્માતના બનાવમાં અર્જુન પ્રકાશભાઇ ગોસ્વામી (ઉ.20) રહે.જેપુર તથા અજય મુકેશભાઈ સોલંકી (ઉ.14) રહે.જેપુર ને રાજકોટની સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
