કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કારખાનાના રૂમમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના આરો પ્લાન્ટના રૂમની અંદર યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને અપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે…

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારનો રહેવાસી અને હાલમાં મોરબીના માટેલ રોડ પર આવેલ ગ્રીન સ્ટોન સિરામિક કારખાનામાં લેબર ક્વાર્ટર માં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન વિક્રમ રાજુ શાહ જાતે તૈલી (23) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે કારખાનામાં આરો પ્લાન્ટના રૂમની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની રાજુભાઈ માલકીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!