મુળ વાંકાનેરના રાતીદેવડી ગામનો ક્ષત્રિય યુવાન
મુળ વાંકાનેરના રાતીદેવડી ગામના મોરબી તાલુકાના રાજપર ગામે રીક્ષા પાર્ક કરીને પાછળની સીટમાં સુતેલ યુવાન ઉઠયો જ ન હતો અને તેનું મોત નિપજતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી.


જાણવા મળ્યા મુજબ મુળ વાંકાનેરના રાતીદેવડી ગામના અને હાલ ધ્રોલ રહેતા શકિતસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉ.43) નામના યુવાન રીક્ષા ચલાવવાનું કામ કરતા હોય રાજપર ગામે હોસ્પિટલના ગેઈટ પાસે રીક્ષા સાઈડમાં પાર્ક કરીને 

પાછળની સીટમાં સુતા હતા . બાદમાં તેઓ ઉઠયા જ ન હતા અને તેમનું મોત નિપજયું હતું. મોરબી તાલુકા સ્ટાફના એમ.પી. ઝાલાએ આગળની તપાસ કરી હતી…
