કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

યુવાને ઝેરી દવા પી લેતા રાજકોટ લઇ ગયા

પત્ની સાથે બોલચાલી બાદ યુવાનનો આપઘાત: પતિ પત્ની વચ્ચેના અણબનાવે ગળાફાંસો ખાધો

વાંકાનેરમાં રામચોકમાં વિસ્તારમાં આવેલા ફૂલવાડી શેરીમાં રહેતા એક યુવાને ઝેરી દવા પી લીધી છે.


જાણવા મળ્યા મુજબ ફૂલવાડી શેરીમાં રહેતા એક યુવાને કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં રામચોકમાં વિસ્તારમાં

આવેલા ફૂલવાડી શેરીમાં રહેતા જયદીપ રતિલાલભાઈ વાંજા નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પત્ની સાથે બોલચાલી બાદ યુવાનનો આપઘાત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થયેલ હતી ત્યાર બાદ તે યુવાને ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના બોડીને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

પતિ પત્ની વચ્ચેના અણબનાવે ગળાફાંસો ખાધો

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સુજોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા ને મજૂરી કામ કરતા મૂળ એમપીના જાંબુવાના રહેવાસી ભીમાભાઈ નાથુભાઈ ચૌહાણ નામના યુવાને પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુલેશભાઈ ભગવાનભાઈ કાણેટીયા રહે. મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને અણબનાવ થયો હતો જે બાબતે લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

લગ્નેતર સંબંધનો કરૂણ અંજામ
અરૂણોદય સોસાયટીમાં રહેતી મહિલાને પર પુરુષ સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની તેણીના પતિને જાણ થઈ જતા પતિએ મહિલાને આ બાબતે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ મહિલાએ પોતાના ઘરે હતી ત્યારે ઘઉંમાં નાખવાની દવા પી લેતા તેણીને ઝેરી અસર થઈ હતી અને ત્યારબાદ તે મહિલાને સારવાર માટે વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.જોકે ત્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નિપજયુ હતુ.જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેરમાં આવેલ અરૂણોદયનગર સોસાયટીમાં રહેતા હેતલબેન સંદીપભાઈ મહેશભાઈ રાઠોડ જાતે લુહાર

જમાઇ પર સસરા, સાસુ, સાળા દ્વારા હુમલો

(ઉમર ૩૬) નામની મહિલાએ તા.૫ ના રોજ સાંજના છએક વાગ્યાના અરસામાં ઘંઉમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી.જેથી કરીને હેતલબેનને ઝેરી અસર થતા તેણીને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજયુ હતું. જેથી કરીને આ અંગેની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવાની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વનરાજસિંહ અભેસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને પર પુરૂષ સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતની ખબર તેના પતિને પડી ગઈ હતી અને ત્યારે તેના પતિએ મૃતકને ઠપકો આપ્યો હતો.જે બાબતનું તેણીને લાગી આવતા તેઓએ પોતે પોતાની જાતે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેણીને ઝેરી અસર થઈ હતી અને ત્યાર બાદ તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ બનાવ અંગેની વાંકાનેર સિટી પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

Content Copying Forbidden !!

error: Content is protected !!