કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

કુવાડવા પાસે જીયાણામાં ચામુંડા માતાના મઢમાં ચોરી

કુવાડવા પાસે જીયાણામાં ચામુંડા માતાના મઢમાં ચોરી

ચાંદીના ત્રણ છત્તર ચોરાયા

રાજકોટ: કુવાડવા પાસે આવેલ જીયાણા ગામ પાસે વાંકવડ રોડ પર આવેલા સરવૈયા પરિવારના ચામુંડા માતાના મઢને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ૪૦ હજારના ચાંદીના છત્તર ચોરી ગયો હતો.

આ બનાવ અંગે કુવાડવા રોડ પર જીયાણા ગામમાં રહેતા લાલજીભાઈ રામજીભાઈ સરવૈયા (ઉ.વ. ૩૨)ની ફરિયાદ પરથી એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેણે જણાવ્યું છે કે તેઓ અહીં પરિવાર સાથે રહે છે અને

કન્ટ્રક્શનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના સરવૈયા પરિવારનો ચામુંડા માતાજીનો મઢ જીયાણા ગામ ખાતે વાંકવડ રોડ પર વાંકવડ રોડ ઉપર આવેલ છે. તા. ૨૧/૨ના સવારે અગીયાર આસપાસ પોતે ઘરે હતાં ત્યારે પરિવારના માતાજીના મઢના ભુવા બાબુભાઈ વશરામભાઈ સરવૈયાનો ફોન આવ્યો હતો અને

વાત કરી હતી કે ગઈ તા. ૨૦/૨/૨૦૨૬ ના રાત્રીના આઠેક વાગ્યા આસપાસ હું માતાજીની આરતી કરીને મઢના બારણામાં નકુચો મારી ઘરે જતો રહ્યો હતો. એ પછી હવે અહીં મોઢે આવતા જોયું તો માતાજીના મઢમાં માતાજીને જણાવેલ ચાંદીના છત્તર નંગ ત્રણ કિંમત રૂપિયા ૪૦,૦૦૦ ના ગણાય તે જોવા મળ્યા ન હતા. આ વાત સાંભળી

ફરિયાદી તુરંત જ અહીં માતાજીના મઢે પહોંચ્યા હતા. બાદમાં આ મામલે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કોઇ જાણભેદુ મઢમાંથી નકુચો ખોલી અંદર ઘૂસી માતાજીને ચડાવેલ ચાંદીના ત્રણ નંગ છત્તર ૫૦૦ ગ્રામ કિંમત રૂ. ૪૦,૦૦૦ ચોરી કરી ગયા અંગે આ ફરિયાદ પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં તપાસ શરૂ થઇ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!