કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

ભેરડાની સીમમાં ગળદાના પ્લાન્ટમાં ચોરી

ભેરડાની સીમમાં ગળદાના પ્લાન્ટમાં ચોરી

રૂ. એક લાખ ચોરાણુ હજાર ચારસોની મત્તા ચોરાઈ

વાંકાનેર: ભેરડા ગામની સીમમાં ગળદા (બેલા પથ્થર) ના પ્લાન્ટના લેબર ક્વાટરમાં કોઇ અજાણ્યા ચોર તાળા તોડી ક્વાટરમાં રાખેલા કુલ કિ.રૂ. એક લાખ ચોરાણુ હજાર ચારસોની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ થઇ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેર દિગ્વીજયનગરમાં રહેતા અને ભેરડા ગામની સીમમાં ગુરૂકૃપા મિનરલ્સ નામે ગળદા (બેલા પથ્થર)નો પ્લાન્ટ ધરાવતા બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.-૪૨) એ ફરીયાદમાં લખાવેલ છે કે મારો ભેરડા ગામની સીમમાં આવેલ ગુરૂકૃપા મિનરલ્સ પ્લાન્ટ આશરે નવેક માસથી બંધ હાલતમાં છે અને

પ્લાન્ટની ઓફિસમાં મારા મિત્ર જયેશભાઈ માવજીભાઈ પટેલ રહે, જુનાગઢ વાળાઓ રહે છે અને તેઓ લગ્ન પ્રસંગના કારણે બે દિવસથી હાજર નહોતા, ગઇ તા.૦૭/૦૩/૨૦૨૬ ના રોજ સવારના પ્લાન્ટના પાડોશી ખેડુત જુગાભાઈ કુણપરા રહે, પલાંસવાળાનો મને ફોન આવેલ કે ‘તમારા ગળદા (બેલા પથ્થર) ના પ્લાન્ટના લેબર ક્વાટર જે તાળા મારેલ હતા તે તુટેલ છે અને દરવાજા ખુલ્લા છે’ જેથી હું પ્લાન્ટે ગયેલ અને જોયેલ તો બારણાના નકુચાના તાળા તુટેલ હતા. કોઇ અજાણ્યા ચોર ઇસમે/ઇસમોએ ગુરૂકૃપા મિનરલ્સ પ્લાન્ટના લેબર ક્વાટરના

બારણાના તાળા તોડી ક્વાટરમાં પ્રવેશ કરી ક્વાટરમાં રાખેલા (૧) ૦ ૬ એમ.એમ. પટ્ટી કેબલ વાયર આશરે ૮૦૦ મીટર કિ.રૂ. ૧૮૬૪૦૦/-(૨) પાવર સ્પ્લાયના સ્ટાટર નંગ-૦૮ કિ.રૂ.૮૦ ૦૦/-એમ કુલ કિ.રૂ. ૧૯૪૪૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ છે, પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(એ), ૩૩૧(૧),૩૩૧(૨)મુજબ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરેલ છે….

 

Content Copying Forbidden !!

error: Content is protected !!