કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

લુણસરિયામાં હનુમાનજીના મંદિરમાં ચોરી

વાંકાનેર: તાલુકાના લૂણસરીયા ગામે હનુમાનજી મંદિરમાં રાત્રિના સમયગાળા દરમિયાન મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવની ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને જાણ કરેલ છે…

વાંકાનેર નજીક આવેલ લુણસરિયા ગામે હનુમાનજી મંદિરમાં ગતરાત્રિના બેથી અઢી વાગ્યાના અરસા દરમિયાન મોઢા ઉપર બુકાની બાંધેલ એક તસ્કર પ્રવેશ કરે છે અને ત્યારબાદ હનુમાનજીની મૂર્તિ ઉપર રાખવામાં આવેલ મુકૂટ તથા ચાંદીની માળાની ચોરી કરે છે અને

આ શખ્સ મંદિરમાં આવતો હોય અને આભૂષણ લઈને ભાગતો હોય તે પ્રકારનું સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે જેથી આ ઘટના અંગેની જાણ ગામના સરપંચ દ્વારા વાંકાનેર પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. ગત સાતમા મહિનામાં આ જ મંદિરની અંદર તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી હતી અને ત્યારે પણ ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી આમ છતાં તસ્કર પકડાયેલ નથી અને વધુ એક વખત આ જ મંદિરમાં ચોરીની ઘટના બની છે જેથી કરીને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!