વાંકાનેર: બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર એક આરોપીને પોલીસ ખાતાએ પકડી પડેલ છે….
જાણવા મળ્યા મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમના પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે, વાંકાનેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં ચોરી કરનાર ઇસમ વાંકાનેરના અમરસર ફાટક પાસે ઉભેલ છે, જેથી પોલીસે આ બનાવમાં સ્થળ પરથી આરોપી શાહરૂખ ઉર્ફે બાઠીયો સલીમભાઇ શેખ (ઉ.વ.૨૫, રહે. નાગોરીવાસ મસ્જીદની સામે, ચન્દ્રોડા ગામ, તા.બેચરાજી, જી.મહેસાણા)ની અટકાયત કરી તલાશી લેતા તેની પાસેથી બે ચોરીના મોબાઇલ તથા ૧૦,૨૦૦ની રોકડ રકમ મળી આવતા, પોલીસની પ્રાથમિક તપાસમાં આ મુદ્દામાલ વાંકાનેર ખાતેની ચોરીમાં ભાગ બટાઇમાં તેને મળેલ હોય અને આ ચોરીમાં સહ આરોપી
વસીમ ઉર્ફે લધો સલીમભાઈ પઠાણ પણ તેની સાથે હોવાની કબૂલાત આપતાં પોલીસે શાહરૂખની ધરપકડ કરી અન્ય આરોપીને ફરાર દર્શાવી તેને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે….