વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામના સર્વે નંબરની જમીનમાં લજાઇ રોડ પર આવેલ શ્રી વિજય એગ્રો એન્ડ ફુડ પ્રોડક્ટ કારખાનામાં ચોરી થયાની મોરબીમાં રહેતા કૌશલ રમણીકભાઇ જયસ્વાલે માલિકે ફરિયાદ કરી છે.
ફરિયાદમાં લખાવેલ છે કે તા.૨૮/૦૧/૨૦૨૪૨૦૨૪ના વહેલી સવારના કારખાનાના માણસોએ માલિકને ઓફિસમાં ચોરી થયાની જણા કરતા તીજોરીના – ટેબલના ખાના ખુલા જોવામાં આવેલ. ઓફીસની દિવાલની બારીમાં લોખંડના ત્રણ સળીયા કાપેલ હતા. કારખાનામાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા રાતના બે વાગ્યે કારખાનાની પાછળના ખેતરમાંથી કારખાનાની દિવાલ કુદીને એક ઇસમ અંદર આવતો જોવામાં આવે છે. તેમજ તે અઢી કલાક ઓફીસમાં રોકાયેલ અને તે જ રસ્તેથી લોકર લઈને બહાર જતો જોવામાં આવે છે.
ઓફીસમાં લોકરમાં રાખેલ રોકડા રૂ.૧,૯૪,૦૦૦/- ની ચોરી કરેલ હોવાનું જાણવા મળેલ હતુ. તેમજ આ સિવાય ફરિયાદીના ભાઈ કેતનભાઈ તથા એકાઉન્ટંટ સુરેશભાઈએ કેટલા રૂપીયા કે અન્ય કોઈ કિંમતી ચીજ વસ્તુ રાખેલ છે કે કેમ? તેની મને ખબર નથી. પોલીસ ખાતાએ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે.